Type Here to Get Search Results !

રજાના નિયમો PDF

 અહી તમને (raja niyamo) રજાના નિયમો 2002 અને તેની PDF અહીથી મેળવી શકશો અને તેને Download પણ કરી શકશો. સાથે મેડિકલ રાજાના નિયયમો, CL રજાના નિયમો, વળતર રજાના નિયમો, પરચુરણ રજાના નિયમો વિષે વિસ્તૃતમાંહી આપેલ છે.

રજાના નિયમો PDF મેડિકલ રાજાના નિયયમો, CL રજાના નિયમો, વળતર રજાના નિયમો, પરચુરણ રજાના નિયમો

1. પ્રાસંગિક રજા (Casual Leave - C.L.) | CL રજાના નિયમો

  • નિયમો મુજબ આ રજાને 'માન્ય રજા' તરીકે ગણવામાં આવતી નથી, તેથી તેને અન્ય કોઈ રજા (મરજિયાત અને વળતર રજા સિવાય) સાથે જોડી શકાતી નથી.
  • શાળાના મુખ્ય શિક્ષક એકસાથે 5 રજા મંજૂર કરી શકે છે, જ્યારે સંબંધિત અધિકારી વધારાની 3 સહિત કુલ 10 રજા મંજૂર કરી શકે છે.
  • જાહેર રજાઓ સહિત એકસાથે 7 દિવસથી વધુ સી.એલ. રજા ભોગવી શકાય નહીં.
  • વેકેશનની આગળ કે પાછળ આ રજા જોડી શકાય છે.
  • રજા મંજૂર કરતી વખતે સ્ટાફના 1/2 (અડધા) કરતાં ઓછા શિક્ષકો હાજર ન રહે તેની ખાતરી કરવાની હોય છે.
  • રજા પર જતા પહેલા સી.એલ. રજા રિપોર્ટ કાર્ડ ભરીને ચાર્જ સોંપવાનો રહે છે.
  • રજા હક તરીકે માંગી શકાય નહીં, સત્તાધિકારી તેને નકારી શકે છે.
  • અનધિકૃત રીતે રજા પર રહેનાર કર્મચારીની રજા કપાતપગારી (Leave Without Pay) થાય છે.

2. મરજિયાત રજા (Optional Leave)

  • સરકાર દ્વારા જાહેર કરાયેલ યાદીમાંથી કર્મચારી પોતાની જરૂરિયાત મુજબ વર્ષમાં 2 રજા ભોગવી શકે છે.
  • આ રજા શૈક્ષણિક વર્ષ (જાન્યુઆરી થી ડીસેમ્બર ) દરમિયાન ભોગવવાની હોય છે.
  • આ રજા માત્ર વળતર રજા સાથે જ જોડી શકાય છે, અન્ય કોઈ રજા સાથે જોડી શકાતી નથી.

3. વળતર રજા (Compensatory Leave) | વળતર રજાના નિયમો

  • માન્ય જાહેર રજાના દિવસે સરકારી કામ અંગે હાજરી આપવાના બદલામાં આ રજા મળે છે.
  • એકી સાથે ફક્ત એક જ વળતર રજા મંજૂર થઈ શકે છે.
  • કામના કલાકો: 3.5 કલાક કે તેથી વધુ (5 કલાકથી ઓછો સમય) હાજરી માટે અડધા દિવસની અને પાંચ કલાકથી વધુ સમય માટે આખા દિવસની રજા મળે છે.
  • જે તે કેલેન્ડર વર્ષમાં જ આ રજા ભોગવવાની રહે છે, નહિતર તે આપોઆપ લેપ્સ (રદ) થાય છે.

4. પ્રાપ્ત રજા (Earned Leave)

  • જમા થવાનો દર: નોન-વેકેશન ખાતાના કર્મચારીઓને પ્રત્યેક અર્ધવાર્ષિક ગાળા (1લી જાન્યુઆરી અને 1લી જુલાઈ) માટે 15 દિવસના દરે રજા જમા થાય છે. જો કર્મચારી વચ્ચે જોડાય તો પૂરા માસ દીઠ 2.5 દિવસના દરે રજા મળે છે.
  • વેકેશન ખાતાના નિયમો: જો કર્મચારી પૂરેપૂરું વેકેશન ભોગવે તો કોઈ પ્રાપ્ત રજા મળતી નથી. વેકેશનનો અમુક ભાગ ભોગવ્યો હોય તો ન ભોગવેલ દિવસોના પ્રમાણમાં 30 દિવસની મર્યાદામાં રજા મળે છે.
  • મહત્તમ સિલક: ખાતામાં વધુમાં વધુ 300 દિવસની રજા જમા કરી શકાય છે.
  • મંજૂરી મર્યાદા: એકીસાથે વધુમાં વધુ 120 દિવસની રજા મંજૂર કરી શકાય છે (વિદેશ જવા માટે વર્ગ-1 અને વર્ગ-2 ના કર્મચારીને 180 દિવસ મળી શકે).
  • અંગ્રેજી વર્ષમાં વધુમાં વધુ 3 વખત આ રજા ભોગવી શકાય છે અને દરેક પ્રસંગે ઓછામાં ઓછી 7 દિવસની રજા હોવી જોઈએ.
  • રજાનો પગાર: રજા પર જતાં તરત પહેલાં મળતા પૂરા પગાર બરાબર રજા પગાર મળે છે.
  • રોકડ રૂપાંતર (Encashment): નિવૃત્તિ સમયે મહત્તમ 300 દિવસની રજાનું રોકડ રૂપાંતર મળી શકે છે. LTC વખતે એકસાથે 10 દિવસ (આખી નોકરીમાં મહત્તમ 60 દિવસ) નું રોકડ રૂપાંતર મળી શકે, જો સિલક 30 દિવસ રહેતી હોય.

5. અર્ધપગારી રજા (Half Pay Leave)

  • પ્રત્યેક અર્ધવર્ષની નોકરી માટે 10 દિવસના દરે (વર્ષની 20 રજા) 1 જાન્યુઆરી અને 1 જુલાઈએ આગોતરી જમા થાય છે.
  • અધવચ્ચે જોડાયેલ કર્મચારીને પૂરા માસ દીઠ 5/3 દિવસના દરે રજા મળે છે.
  • ખાતામાં ગમે તેટલી જમા થાય તો પણ તે રદ થતી નથી (સિલકની કોઈ મહત્તમ મર્યાદા નથી).
  • આ રજા ખાનગી કામે અથવા દાકતરી પ્રમાણપત્રના આધારે ભોગવી શકાય છે.
  • રજાનો પગાર: પૂરા પગાર કરતા અડધી રકમના રજા પગાર માટે હકદાર રહેશે.

6. રૂપાંતરિત રજા (Commuted Leave)

  • અધિકૃત તબીબી પ્રમાણપત્રના આધારે મંજૂર કરવામાં આવે છે.
  • પૂરા પગારવાળી આ રજા લેતા, અર્ધપગારી રજાના હિસાબમાંથી બમણી (Double) રજા ઉધારવામાં આવે છે.
  • એકી સાથે મહત્તમ 90 દિવસ સુધીની મર્યાદામાં મંજૂર થઈ શકે છે.
  • સમગ્ર નોકરી દરમિયાન 90 દિવસ સુધીની રજા તબીબી પ્રમાણપત્ર વિના (માન્ય અભ્યાસક્રમ માટે) પણ આપી શકાય છે.
  • કુટુંબના સભ્યની બિમારી માટે પણ (નમૂના-5 મુજબ) આ રજા મંજૂર થઈ શકે છે.

7. બિનજમા રજા (Leave Not Due)

  • આ રજા કાયમી કર્મચારીને ભવિષ્યમાં જમા થનાર અર્ધપગારી રજાની સામે અગાઉથી (Advance) મંજૂર કરવામાં આવે છે.
  • કર્મચારી રજા પૂરી થયે ફરજ પર હાજર થશે તેવી ખાતરી હોય તો જ મંજૂર કરાય છે.
  • સમગ્ર નોકરી દરમિયાન મહત્તમ 360 દિવસ મળી શકે, જેમાંથી તબીબી પ્રમાણપત્ર વિના વધુમાં વધુ 90 દિવસ અને કુલ 180 દિવસ જ મંજૂર થઈ શકે.

8. અસાધારણ રજા (Extraordinary Leave)

  • જ્યારે અન્ય કોઈ રજા મળવાપાત્ર ન હોય અથવા કર્મચારીની લેખિત અરજી હોય ત્યારે આ રજા મંજૂર થાય છે.
  • સમગ્ર નોકરી દરમિયાન એકંદરે મહત્તમ 36 મહિનાની રજા મળી શકે છે.
  • સામાન્ય સંજોગોમાં સળંગ 9 માસથી વધુ રજા આપી શકાય નહીં.
  • કેન્સર માટે 12 માસ અને ક્ષય રોગ (ટી.બી.) ની સારવાર માટે 15 માસની સળંગ રજા મળી શકે છે (જો 1 વર્ષની સળંગ નોકરી પૂરી કરી હોય).
  • આ રજા દરમિયાન કોઈપણ રજા પગાર મળતો નથી (બિનપગારી).

9. પ્રસૂતિ રજા (Maternity Leave)

  • કાયમી અથવા સળંગ 1 વર્ષની નોકરી ધરાવતી મહિલા કર્મચારીને 180 દિવસની (અગાઉ 135 દિવસ) પ્રસૂતિ રજા મળે છે.
  • આ માટે બે થી વધુ જીવિત બાળકો ન હોવા જોઈએ.
  • સ્ત્રી વિદ્યાસહાયકોને નોકરીના સમય મુજબ: 1 વર્ષથી ઓછી નોકરી માટે બિનપગારી, 1 થી 2 વર્ષ માટે અર્ધપગારી અને 2 વર્ષથી વધુ નોકરી હોય તો પૂરા પગારી રજા મળે છે.
  • આ રજા રજાના હિસાબમાંથી ઉધારવામાં આવતી નથી.
  • તબીબી પ્રમાણપત્ર રજૂ કર્યા સિવાય આ રજાના અનુસંધાનમાં 60 દિવસ સુધીની અન્ય રજા જોડી શકાય છે.

10. પિતૃત્વ રજા (Paternity Leave)

  • બે કરતા ઓછા જીવિત બાળકો ધરાવતા પુરુષ કર્મચારીને પત્નીની પ્રસૂતિ દરમિયાન 15 દિવસની રજા મળે છે.
  • માતા અને બાળકની દેખરેખ માટે આ રજા આપવામાં આવે છે.
  • આ રજા અન્ય કોઈપણ રજા સાથે જોડી શકાય છે અને તે સામાન્ય રજા ખાતામાંથી ઉધારાતી નથી.

11. કસુવાવડ કે ગર્ભપાત માટેની રજા

  • કસુવાવડ કે ગર્ભપાતના કિસ્સામાં સમગ્ર નોકરી દરમિયાન વધુમાં વધુ 45 દિવસની રજા મંજૂર થઈ શકે છે (ગમે તેટલા બાળકો હોય તો પણ).
  • MTP (Medical Termination of Pregnancy) ના કિસ્સામાં: જો 1 બાળક હોય કે બાળક ન હોય તો 5 વર્ષમાં માત્ર એકવાર 7 કામકાજના દિવસોની રજા મળી શકે છે. જો 2 કે વધુ બાળકો હોય તો MTP માટે રજા મળતી નથી.

12. ખાસ અશકતતા રજા (Special Disability Leave)

  • ફરજ દરમિયાન ઈરાદાપૂર્વક કરાયેલ ઈજા અથવા ફરજના જોખમને કારણે થયેલ અકસ્માતથી અશક્ત બનનાર કર્મચારીને આ રજા મળે છે.
  • તબીબી મંડળના પ્રમાણપત્ર મુજબ વધુમાં વધુ 24 માસ સુધીની રજા મળી શકે છે.
  • પ્રથમ 120 દિવસ માટે પૂરો પગાર (પ્રાપ્ત રજાના પગાર જેટલો) અને બાકીની મુદત માટે અર્ધપગાર મળે છે.
  • આ રજા સામાન્ય રજાના હિસાબમાંથી ઉધારવામાં આવતી નથી.

13. હૉસ્પિટલ રજા (Hospital Leave)

  • વર્ગ-4 ના કર્મચારીઓ જે જોખમી કાર્યો (યંત્રો, ઝેરી ઔષધો) સાથે જોડાયેલ હોય અને ઈજા/માંદગીને કારણે હૉસ્પિટલમાં સારવાર લેતા હોય તેમને મળે છે.
  • રજાના હિસાબમાંથી ઉધારાતી નથી અને 3 વર્ષમાં વધુમાં વધુ 3 માસ માટે પૂરા પગારે મંજૂર થઈ શકે છે.

14. અભ્યાસ રજા (Study Leave)

  • ફરજને સંબંધિત વ્યાવસાયિક કે ટેક્નિકલ વિષયોમાં ઉચ્ચ અભ્યાસ માટે મળે છે.
  • ઓછામાં ઓછી 5 વર્ષની નોકરી અને નિવૃત્તિને 3 વર્ષ બાકી હોય તે શરતે મળે છે.
  • એકી સમયે વધુમાં વધુ 12 માસ અને સમગ્ર નોકરીમાં કુલ 24 માસની મર્યાદા રહે છે.
  • આ રજા દરમિયાન અર્ધપગારી રજા જેટલો પગાર અને નિયત અભ્યાસ ભથ્થું મળે છે.
  • કર્મચારીએ રજા પર જતા પહેલાં ફરજિયાત બંધણીખત (બોન્ડ) કરી આપવું પડે છે.