સ્વચ્છ ભારત અભિયાન પર નિબંધ Swachh Bharat Abhiyan Par Nibandh Gujarati: સ્વચ્છતા એટલે આપણું સ્વાસ્થ્ય જ નહીં પરંતુ સમાજ અને દેશ માટે પણ ખૂબ જ જરૂરી છે. આપણા આસપાસનું વાતાવરણ સ્વચ્છ રહેશે તો જીવન આનંદમય બની રહેશે. આપણા દેશને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ભારત સરકારે બે ઓક્ટોબર 2014 ના રોજ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી. આ અભિયાનમાં દરેક નાગરિકનો સહકાર અત્યંત જરૂરી છે.
સ્વચ્છ ભારત અભિયાન પર નિબંધ Swachh Bharat Abhiyan Par Nibandh Gujarati
સ્વચ્છ ભારત અભિયાન નું મુખ્ય હેતુ શહેરો, ગામડાઓ અને આપણી આસપાસના વિસ્તારને કચરા મુક્ત બનાવવા નો છે. રસ્તાઓ, શાળાઓ, બગીચાઓ અને જાહેર સ્થળો સ્વચ્છ રાખવા માટે સરકાર દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવ્યા. જેમાં ખાસ કરીને ખુલ્લામાં સોચ જવાની પરંપરા દૂર કરવા માટે ગામડાઓમાં શૌચાલય નું નિર્માણ કરાવવામાં આવી. લોકોમાં સ્વચ્છતા બાબતે જાગૃતિ લાવવા માટે અનેક કાર્યક્રમો યોજાયા.
આ અભિયાનમાં ફક્ત સરકારે જ નહીં પરંતુ શાળાઓ, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય લોકો પણ ઉત્સાહપૂર્વક જોડાયા. વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલી, વૃક્ષારોપણ કાર્યક્રમ અને સ્વચ્છતા સપ્તાહ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી. આથી બાળકોમાં સ્વચ્છતા ની આદતો વિકસવા લાગી.
કચરા વ્યવસ્થાપન પણ આ અભિયાનનો મહત્વનો ભાગ છે. ઘરેલુ કચરાને ભીનો કચરો અને સૂકા કચરામાં હલક પાડવાની ટેવ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. રિસાયક્લિંગ નું મહત્વ સમજાવવામાં આવ્યું. કારણકે કચરાનું રિસાયકલ કરવાથી તે કચરો પુન ઉપયોગી અને પ્રકૃતિનું રક્ષણ કરવા માટેનું એક મહત્વનું પગલું ગણાય. પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ અને પર્યાવરણ ફ્રેન્ડલી ચીજ વસ્તુઓના વધુ ઉપયોગ પર ભાર મુકાયો.
સ્વચ્છ ભારત અભિયાન થી સમગ્ર દેશમાં સ્વચ્છતા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાયો છે. લોકો પોતાનું ઘર શાળા અને સમાજ સ્વચ્છ રાખવા માટે પહેલા કરતા વધુ જવાબદાર બન્યા છે.
સ્વચ્છતા માત્ર એક અભિયાન નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. આપણે સૌ જો પોતાનું આસપાસનું પર્યાવરણ સ્વચ્છ રાખીએ, તો ભારતને સ્વચ્છ અને સુંદર બનાવવા કોઈ મુશ્કેલી નહીં રહે. “સ્વચ્છતા તે દેવત્વ છે” – આ વિચારને જીવનમાં ઉતારીને આપણે આપણા દેશને આગળ લઈ જઈ શકીએ. સ્વચ્છ ભારત અભિયાન આપણને શીખવે છે કે સ્વચ્છતા દ્વારા જ સ્વસ્થ અને પ્રગતિશીલ ભારતનું નિર્માણ થઈ શકે છે.

