શાસ્ત્રીય ભાષા કોને કહેવાય ?
- ભાષાથી જોડાયેલા પ્રારંભિક ગ્રંથોમાં ઈતિહાસ 1500-2000 વર્ષોથી વધુ પ્રાચીન હોવો જોઈએ.
- પ્રાચીન ગ્રંથો | સાહિત્ય તે ભાષામાં લખાયેલ હોય અને પેઢી દર પેઢી વક્તાઓ દ્વારા તેના મૂલ્યની જાળવણી કરવામાં આવી હોય, પરંતુ આ ભાષા મૂળભૂત હોવી જોઈએ એટલે કે કોઈ અન્ય ભાષામાંથી લીધેલ ન હોવી જોઈએ.
- ઉપર્યુક્ત તમામ ગુણ ધરાવતી ભાષાને ઈ.સ. 2004 થી શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવી છે.
- ભારતની પ્રથમ શાસ્ત્રીય ભાષા તરીકે તમિલ ભાષાને ઈ.સ. 2004માં માન્યતા મળી ત્યારબાદ સંસ્કૃત અને હાલમાં 6 શાસ્ત્રીય ભાષાઓ છે.
ક્રમ | ભાષા | જાહેર થયેલ વર્ષ |
1 | તમિલ | 2004 |
2 | સંસ્કૃત | 2005 |
3 | કન્નડ | 2008 |
4 | તેલૂગુ | 2008 |
5 | મલયાલમ | 2013 |
6 | ઉડિયા | 2014 |
 |
શાસ્ત્રીય ભાષા |
શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળવાના ફાયદા
કોઈપણ ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો પ્રાપ્ત થવાથી નીચે મુજબના ફાયદા થાય છે.
- શાસ્ત્રીય ભાષાનો વ્યાપ વધે તે માટેના શિક્ષણ કેન્દ્રોની સ્થાપના અર્થે સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવે છે.
- કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયોમાં શાસ્ત્રીય ભાષાનું શિક્ષણ મેળવી શાસ્ત્રીય ભાષાના વિદ્વાનો તૈયાર થાય તે માટે જરૂરી વ્યવસ્થા વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ (University Grant Commission) પૂરી કરે છે.
- માનવ સંશાધન મંત્રાલય દ્વારા મળતા શાસ્ત્રીય ભાષાના તમામ લાભો મળશે.
નોંધ : ભારતીય બંધારણની અનુસૂચિ-8માં સમાવિષ્ટ ભાષાઓ
- તામિલ
- હિંદી
- તેલુગૂ
- બંગાળી
- કન્નડ
- પંજાબી
- કશ્મીરી
- ગુજરાતી
- આસામી
- સંસ્કૃત
- ઉર્દુ
- મલયાલમ
- મરાઠી
- ઉડીયા
- સિંધી
- કોંકણી
- મણિપુરી
- નેપાળી
- બોડો
- ડોગરી
- મૈથિલી
- સંથાલી